1st May :જાણવા જેવુ Gujarat Sthapana Diwas | મહાગુજરાત આંદોલન |

1st May : Gujarat Sthapana Diwas | મહાગુજરાત આંદોલન |

Gujarat sthapna diwas ૧મે ૧૯૬૦

મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો ક્ષેત્ર સમાવેશ કરે છે.

કનૈયાલાલ મુનશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો "મહાગુજરાત".

ઇતિહાસ:

બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો (બ્રિટિશઓ એ સ્થાપેલી એક સંસ્થા) ભાગ હતો. ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સીને બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૭માં ભાષા પ્રમાણે રાજ્યોની માંગણી સામે આવી હતી. ૧૭ જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી કે નહી તે નક્કી કરવા માટેની એક સમિતિ રચી. આ સમિતિમાં મુખ્ય પદે અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એસ.કે. દાર, વકીલ જે.એન. લાલ અને પન્ના લાલ હતા, એટલે તેને દાર કમિશન એવું નામ આપવામાં અવ્વ્યુ. ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું કે "ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી"

૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી.જી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી હતી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની આલોચના કરી.

૧૯૫૨ સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું આંધ્ર અલગ રાજ્ય કરવાની માંગણી આવી અને  ૧૬ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત અનશન દરમિયાન મૃત્યુ પામ્યો. જેના પરિણામ સ્વરૂપે ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના થઈ હતી. જેના લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની અલગ માંગણીનો તણખો ઉડ્યો.

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન (SRC)ની રચના કરી. આ સમિતિનું નેતૃત્વ ન્યાયાધીશ ફઝલ અલીના શિરે આપવામાં આવી. એટલે તેને ફઝલ અલી કમિશન પણ કહેવામાં આવ્યું હતું. ૧૯૫૬ માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો.

SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું નક્કી કર્યું  પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને પણ ઉમેરવાનું સૂચન આપ્યું. મુંબઈ રાજ્યના દક્ષિણના વિસ્તારોને મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં ગયા. 

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ પણ કર્યો હતો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી પણ કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)ને પોતાના રાજ્યમાં સમાવેશ કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.

મુંબઈ અને અન્ય મરાઠી ભાષા બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા. દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના અનશન પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને અને ડાંગ ગુજરાતના ફાળે ગયું.

પરિણામ સ્વરૂપ:

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટેના આંદોલનને કારણે સંમત થયા, અને ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા.. આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને બંધ કરી દેવામાં આવી અને નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા


Simply amazing

Post a Comment